સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની શાળા/ કોલેજો માટેના
૮૪મા દીવાન બહાદૂર ગાંધીકપ અને ૧૭ મા સાર્વજનિક કપ રમતોત્સવ
સુરત શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કે.પી.કોમર્સ કૉલેજ મેદાન ખાતે તા.૧૯-૧૨-૨૦૨૪ના રોજ શાળાઓ માટેના ૮૪ મા દીવાન બહાદુર ગાંધીકપ અને કોલેજો માટેના ૧૭મા સાર્વજનિક કપ રમતોત્સવનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે, ભારતીય નેશનલ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ગોલંદાજ શ્રી સંજીવ કુમાર શર્મા તથા ક્રિકેટ જગતમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કશ્યપભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતાં.
અધ્યક્ષશ્રી ભરતભાઈ શાહ, પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી આશિષભાઇ વકીલ, દ્વિતીય ઉપાધ્યક્ષ ડો.કિશોરભાઇ દેસાઈ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો, સ્પોર્ટ્સ કમિટિના અધ્યક્ષ શ્રી મયંકભાઈ દેસાઈ, સીઇઓ શ્રીમતિ તેજલબેન પારેખ તથા શાળા / કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકો, અદ્યાપકોની હાજરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓએ મસાલ તેમજ ધ્વજ દ્વારા માર્ચ પાસ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કુલ ૧૬ શાળાઓ અને ૧૪ કોલેજોના મળીને 3000 વિધાર્થી સ્પર્ધકો દ્વારા વિવિધ રમતો રમાડી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્વાગત પ્રવચનમાં અધ્યક્ષશ્રી ભરતભાઇ શાહે સ્પોર્ટ્સનું મહત્વ જણાવી મહેમાનોને આવકાર્યા હતા.
સોસાયટીના ભૂતપૂર્વ અને હાલના પદાધિકારી ઓ તથા સુરતના જાણીતા શ્રેષ્ઠીઓની સંયુક્ત મહેનત થકી આજે જ્યારે આપણે મેદાનનો ઉપયોગ રમત ગમત માટે કરી રહ્યા છીએ ત્યારે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે મેદાનનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ.નેશનલ લેવલ પર આપણાં વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રગતિ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
માનનીય અતિથિ શ્રી સંજયભાઈ શર્મા સાહેબે સૌ રમતવીરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અભ્યાસ સાથે રમત આ બંનેમાં સમાન સમય આપવો જોઈએ. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં રમતવીરોને ઉપસ્થિત થયેલા જોઉં છું ત્યારે મારી શુભેચ્છા છે કે તમે સૌ રમતમાં ખૂબ રસ લઈને રમો અને દેશ વિદેશમાં તમારું અને સંસ્થાનું નામ રોશન કરો. તેઓશ્રીએ સોસાયટીના પદાધિકારીઓની સરાહના કરતા કહ્યું કે આપની સંસ્થા આટલા વર્ષોથી મોટા પ્રમાણમાં રમતોનું સફળ આયોજન કરે છે એ બદલ આપ સૌ અભિનંદનને પાત્ર છો.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ક્રિકેટ જગતમાં સિદ્ધિ હાંસલ કરનારા આપણી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કશ્યપભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને રમતના જીવન ઘડતરમાં મહત્વ વિશે પ્રેરણાત્મક સમજ આપી આપણી સંસ્થા સાથેના તેમના અનુભવો તેમજ ગુરુઓ દ્વારા મળેલ માર્ગદર્શન માટે સ્મૃતિઓને વ્યક્ત કરી હતી.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ શ્રી મયંકભાઇ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રમતનું જીવન ઘડતરમાં મહત્વ વિશે પ્રેરક સમજ આપી રમતની જેમ જીવનમાં પણ ખેલદિલીની ભાવના વિકસાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની આભાર વિધિ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી આશિષભાઈ વકીલે કરી હતી. તેમજ શાળા સમિતિના મંત્રી શ્રી સુરેન્દ્ર વાડીલે, શ્રીમતી મેધાબેન ઠાકર, સાર્વજનિક યુનિવર્સિટીના સમસ્ત અધ્યાપકો દ્વારા આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાય મંચસ્થ મહાનુભાવો દ્વારા દિવાન બહાદુર ગાંધી કપ તથા સાર્વજનિક કપનો રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો.
Click Here...... For Photo Gallery