સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા સર્વજનિક યુનિવર્સિટીની ચુનિલાલ ગાંધી વિદ્યાભવન દ્વારા ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ચુનિલાલ ગાંધીની ૧૫૪મી જન્મજયંતિના પાવન પ્રસંગે એક સહજ અને પ્રેરણાદાયી સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ વિશેષ અવસરે યુનિવર્સિટી દ્વારા એક અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ અને સંસ્કૃતિને ટેકનોલોજી સાથે જોડીને શૈક્ષણિક જગતને વધુ સમૃદ્ધ બનાવવાનો છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી યઝદી કરંજિયા (પ્રમુખ) હાજર રહ્યા હતાં. અન્ય માનનીય મહેમાનોમાં શ્રી ભરત શાહ (અધ્યક્ષ), આશીષ વકીલ (પ્રથમ ઉપાધ્યક્ષ) અને ડો. કિશોર દેસાઈ (દ્વિતીય ઉપાધ્યક્ષ), ડૉ. સાગર દેસાઈ (મંત્રી), ભૂતપૂર્વ અધ્યક્ષ અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવન કમિટીના અધ્યક્ષશ્રી મયંક ત્રિવેદી તથા અન્ય સભ્યો તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.
મહેમાનોએ પોતાના સંબોધન દરમિયાન ચુનિલાલ ગાંધીના દ્રષ્ટિગમ્ય વિચાર અને શિક્ષણપ્રતિના સમર્પણને યાદ કરતા ડિજિટલ ક્રાંતિ કેવી રીતે ભવિષ્યના શિક્ષણને આકાર આપે છે તેની મહત્તા પર પ્રકાશ પાડ્યો. લોકાર્પિત ડિજિટલ પ્લેટફોર્મને જ્ઞાનના વિસતૃત વહન માટે એક સજીવ કેન્દ્ર બનવાનો દૃષ્ટિકોણ રજુ કરાયો.
Click Here...... for Photo Gallery