સાર્વજનિક એજયુકેશન સોસાયટીની શાળાઓના ધો.૧૦ અને ૧ર ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત શાળાઓના ધો.૧૦ અને ૧રના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેનો સમારોહ શુક્રવાર, તા.૬ઠૃી જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા તારામોતી હોલ, સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં સાર્વજનિક એજયુકેશન સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા ગુજરાત સાંસદશ્રી મૂકેશભાઈ દલાલના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રીઓ, મેનેજીંગ કમિટીના સભ્યો, મંત્રીશ્રી, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસરશ્રી, તમામ શાળાઓના આચાર્યો, શિક્ષકો, સોસાયટી કચેરીના કર્મચારીઓ અને ધો.૧૦ અને ૧રના તેજસ્વી તારલાઓ તેમના વાલીઓ સહિત ઉપસ્થિત રહયા હતાં.
સમારંભની શરૂઆતમાં સોસાયટીના અધ્યક્ષશ્રી ભરતભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ધો. ૧૦ અને ૧રમાં ઉત્તમ પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થી અભિનંદન આપ્યા હતા. તેમણે તેમની વિશિષ્ટ શૈલીમાં અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીથીઓ તેઓના ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રેરીત કર્યા હતા. મુખ્ય મહેમાનશ્રી મુકેશભાઈ દલાલે તેમના મનનીય પ્રવચનમાં સાર્વજનિક એજયુકેશન સોસાયટીના અધિકારીશ્રીઓને આટલા સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે આપણાં દેશમાં ઉચ્ચ અધિકારીઓના પદ પર ખૂબ જ ઓછા ગુજરાતીઓ બિરાજે છે. મારો તમામ વિદ્યાર્થીથીઓને અનુરોધ છે કે તમો પોતે એટલા કાબેલ બનો કે ઉચ્ચ હોદ્ઓાને એક ગુજરાતી તરીકે ગૌરવપૂર્ણ રીતે શોભાવી શકો.
આ સમારંભમાં ધો. ૧૦ અને ધો.૧રના બાવન જેટલા તેજસ્વી તારલાઓને ઈનામ આપી તથા આચાર્યશ્રીઓને તથા શિક્ષકમિત્રોને નવાજવામાં આવ્યા.
સોસાયટીના દ્વિતીય ઉપાધ્યક્ષશ્રી ડો. કિશોરભાઈ દેસાઈએ હાજર રહેલા તમામ મહાનુભાવો, શિક્ષાકો, ઉત્કૃષ્ટ દેખાવ કરના વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને સૌનો આભાર વ્યકત કયર્ો હતો.
સમગ્ર સમારોહનું સુંદર સંચાલન શ્રીમતી ડો.ફાલ્ગુનીબેન પટેલ અને શ્રી હેમંતભાઈ પટેલે કર્યુ હતું.
Click Here..... For Photo Gallery